જરૂરી માર્ગદર્શન
નીચે મુજબની સિદ્ધીઓ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓએ ફોર્મ સબમીટ કરવું.
૧) ધોરણ ૧૦, ૧૧, ૧૨ માં 80% કે તેનાથી વધારે ગુણ મેળવેલ હોય. (percentile માન્ય નથી)
ધોરણ 12ના વિદ્યાર્થીઓએ NEET, JEE, GUJCET જેવી અન્ય સ્પ્રધાત્મ્કપરીક્ષા પાસ કરેલ હોય તો તેની માર્કશીટ એક જ ફોર્મમાં upload કરી આપવી.
૨) કોલેજ (બેચલર)/ ITI અથવા અન્ય ઉચ્ચ અભ્યાસમાં 65% કે તેનાથી વધારે ગુણ મેળવેલ હોય. (કોલેજ(બેચલર) અથવા ITIના કોઈ પણ વર્ષમાં હોય, પરંતુ 65%થી વધારે ગુણ મેળવેલ હોય.)
૩) કોલેજ (માસ્ટર)ના કોઇપણ વર્ષમાં 60% કે તેનાથી વધારે ગુણ મેળવેલ હોય.
૪) ડીગ્રી અથવા ડીપ્લોમાં કોર્સ પૂર્ણ કરેલ હોય.
ફોટો અને માર્કશીટ
વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને માર્કશીટની નકલ (.jpg / .jpeg) ફોરમેટમાં upload કરવી.
ખાસ નોંધ: માર્કશીટનો photo upload કરવો. Online માર્કશીટનો સ્ક્રીનશોટ માન્ય રહેશે નહિ. (આપનું ફોર્મ રીજેક્ટ થઈ જશે.)
[સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે]
🔺 ફોર્મ સબમીટ કરવાની છેલ્લી તારીખ: 05/11/2026
ફોર્મમાં રેડ કલરની બોર્ડરવાળા બોક્સમાં લખવું ફરજીયાત છે.
અન્ય વિગત
જે વિદ્યાર્થીઓને માર્કશીટમાં SPI / CGPA ન આપ્યું હોય તેમણે તે વિગત ખાલી રાખવી.
તેમજ જે કોલેજમાં SPI / CGPA / CPI હોય તેમણે તે મુજબ વિગતો લખવી.
ફોર્મ સબમીટ કરતી વખતે ટેકનીકલ ખામી સર્જાય તો નીચેના નંબર પર ફક્ત WhatsApp મેસેજ કરવો:
+91 91041 20014